મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. તમામ સ્વરાજ્ય સંસ્થાઓના ઉમેદવારોનું ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે.બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર પણ ચૂંટણીને સજ્જ છે. ત્યારે આજ રોજ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને એસપી સહિતનાઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ થયું છે. મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી તેમજ માળીયા મિયાણા તાલુકા પંચાયતની એક અને વાંકાનેર તાલુકા પંચાયતની એક સીટ પર ચૂંટણી યોજાશે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે. બી.ઝવેરી અને એસપી સહિતનાઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અને સંવેદનશીલ મતદાન મથકો તેમજ મતદાન મથકો પર સુરક્ષા અને મતદારો માટેની વ્યવસ્થા ચકાસી હતી. અત્રે ઉલ્લેખની છે કે, મતદાન મથકો પર મતદારો માટે પાણી તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. તેમજ દરેક મતદારો મતદાન અવશ્ય કરે તેવી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે.