મોરબીનો ચક્કાજામ વગર ઉદ્ધાર થવાનું ના હોય તેવું લાગી રહ્યું છે. મોરબીનાં રવાપર ઘૂનડા રોડ પર લોકોએ ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈને આંદોલન કરી ચક્કાજામ કરતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિકના ધોરણે કામ શરૂ કરતા ચક્કાજામ દૂર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર ઘૂનડા રોડ આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈ અનેક વખત તંત્રમાં રજૂઆત કરવાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા અંતે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અને રવાપર ઘૂનડા રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો અને નિરાકરણ નહીં થાય ત્યાં સુધી રોડ પરથી નહીં હટવા સ્થાનિકોએ મન બનાવી લીધું હતું.ત્યારે મનપા તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે કામ શરૂ કરતા રવાપર ગામની આજુબાજુની સોસાયટીઓના રહીશો દ્વારા ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો