Tuesday, November 19, 2024
HomeGujaratટંકારા બાર એસોસિએશન દ્વારા નોંધણી નીરીક્ષણને પત્ર લખી રેગ્યુલર નોંધણી કરવા રજૂઆત...

ટંકારા બાર એસોસિએશન દ્વારા નોંધણી નીરીક્ષણને પત્ર લખી રેગ્યુલર નોંધણી કરવા રજૂઆત કરાઈ

મોરબી જિલ્લાના ટંકારા સબ રજીસ્ટાર કચેરીમા દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી રેગ્યુલર ધોરણે શરૂ કરવા માટે ટંકારા બાર એસસિએશન દ્વારા મોરબી નોંધણી નિરીક્ષકની કચેરીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. કચેરી દ્વારા મંગળવાર અને શુક્રવારના રોજ કામગીરી ચાલુ રાખવાનું જણાવતા બાર એસોસિએશન દ્વારા રેગ્યુલર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નોંધણી નિરીક્ષણની કચેરી દ્વારા તા.૨૩/૦૯/૨૦૨૪ ના સોમવારના રોજ સબ રજીસ્ટર કચેરી ટંકારાના નોટીશ બોર્ડ ઉપર જાણ કરવામાં આવેલ કે ટંકારા સબ રજીસ્ટર કચેરીમાં મંગળવાર તથા શુક્રવારના રોજ દસ્તાવેજ નોંધણી અંગે ની કામગીરી ચાલુ રહેશે.જે કામગીરી ટંકારામાં રજા સિવાયના દિવસોમાં રેગ્યુલર ચાલુ રાખવા માટે ટંકારા બાર એસોસએશન દ્વારા નોંધણી નિરીક્ષણને પત્ર લખી માંગ કરવામાં આવી છે. જેમાં બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટંકારા તાલુકામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ઉત્તરોતર વધતી જઈ રહી છે. તેથી મંગળવાર તથા શુક્રવારના બે દિવસમાં કામગીરીનું ભારણ વધી જતુ હોવાથી અરજદારોને પરેશાની તથા હાલાકી ભોગવવી પડી રહી છે. ટંકારા સબ રજીસ્ટર કચેરીમાં દરરોજના એવરેજ ૧૨ થી ૧૫ દસ્તાવેજ નોંધણી તેમજ મોર્ગેજ માટે પણ રેગ્યુલર આવતા હોય જેથી દસ્તાવેજની કામગીરી માટે ખરીદનાર તેમજ વેંચનાર બીજા જીલ્લાઓ તથા અન્ય તાલુકાઓ માંથી આવતા હોય તો તેઓની અગાઉ તારીખ નકકી થઈ ગયેલ હોય તો તેઓને હાલાકી ભોગવવી પડે છે. તેમજ ખેતીની જમીનના તથા અન્ય મિલ્કતોના અગાઉ સોદા થયેલ હોય તો તેની તારીખો આવતી હોય તો તાત્કાલીક દસ્તાવેજ કરવો પડે તેમ હોય તેમજ અમુક મિલ્કતોના સોદાઓ અરજન્ટ થતા હોય તો તેમા પણ દસ્તાવેજ તાત્કાલીક કરવો પડતો હોય છે. તેમજ હાલ ટંકારામાં પોલીપેક, લેઘર, ઓઈલમીલ, જીનીંગ ઉદ્યોગ તેમજ પ્લાસ્ટીકને લગતા તથા અન્ય લઘુ ઉદ્યોગો આવેલ હોય તેઓને પણ મોર્ગેજ કે મોર્ગેજ વધારો તથા દસ્તાવેજની કામગીરીમાં અગવડતા પડતી હોય તો તાત્કાલીક ધોરણે ટંકારા સબ રજીસ્ટર કચેરીમાં રેગ્યુલર દસ્તાવેજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!