ટંકારાવાસીઓ માટે આજે ખુશીના સમાચાર મળ્યા છે. બે દાયકા થી બસ સ્ટેન્ડ વિહોણું ટંકારા આજે બે દાયકા બાદ બસ સ્ટેન્ડ નીંસુવિધા મેળવી શકશે જેમાં સરકાર દ્વારા રૂ. 1.66 કરોડના ખર્ચે ટંકારામાં અતિ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે આજે ઇ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યુ હતું જેમાં વૈશ્વિક ફલક પર ટંકારા નુ નામ સાનો સોકત થી લેવા મા આવે છે એવા આઝાદી ના પ્રથમ ઉદ્બોધક વૈચારિક ક્રાંતિ ના જનક મહાન સમાજ સુધારક આર્યસમાજ ના સ્થાપક દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ખાતે બસ સ્ટેન્ડ જેવી પાયા ની સુવિધા થી વંચિત રાખવા બદલ હર હમેશા બહાર થી આવતા ઋષિ પ્રેમી સાથે ટંકારા તાલુકાના સગા સંબંધી સાથે અહી ના રહીશો પણ રંજ અનુભવતા હતા ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ટંકારામા આંનદ ના સમાચાર મળ્યા છે આ બસ સ્ટેન્ડ ના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી કરવા મા આવ્યુ હતું જેમા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા માળીયા મોરબી ધારાસભ્ય બ્રીજેશ મેરજા, ટંકારા ના માજી સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી સહિત ના ચુંટાયેલા સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વહીવટી તંત્ર ના ડેપ્યુટી કલેકટર કેતન જોષી પ્રાંત અધિકારી ઝાલા મામલતદાર શુકલ એસ ટી વિભાગ ના મધ્યસ્થ કચેરી ના આર એચ વાળા રાજકોટ વિભાગ ના વડા વાય કે પટેલ એમ વી મોદી. મોરબી ડેપો મેનેજર ડી આર શામળા. વાકાનેર ના કે એમ ભટ્ટ સહિત ના કર્મચારી હાજર રહ્યા હતા તથા જીલ્લા એસ પી ઓડેદરા ડી વાય એસ પી રાધિકાબેન ભારાઈ ટંકારા પ્રો એ એસ પી અભિષેક ગુપ્તા સહિત સુરક્ષા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ટંકારા બસસ્ટેશનથી પાંચ જીલ્લાનુ સીધુ જોડાણ મળશે.
ટંકારા ખાતે બસ સ્ટેન્ડ બન્યા બાદ અહીથી મોરબી ઉપરાંત કચ્છ, રાજકોટ, જામનગર, અમદાવાદ જીલ્લા ની સીધી બસ સેવાનો લાભ મુસાફરોને મળશે.તો, મોરબી, વાંકાનેર, નવલખી,માળીયા,પડધરી જેવા સેન્ટરોમાં અપડાઉન કરવુ સહેલું બનશે.વિધાથિઁઅો અને રોજીંદા અપડાઉન કરતા કર્મચારીઓ અને ધંધાર્થીઓ પણ કન્સેસન પાસ માટે મોરબી-રાજકોટના ધક્કા બચતા સમય,શક્તિ અને નાણાનો વ્યય અટકશે