Friday, April 26, 2024
HomeGujaratટંકારાના ઘરફોડ ચોરીના ગુન્હામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

ટંકારાના ઘરફોડ ચોરીના ગુન્હામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

મળતી માહિતી મુજબ ગઈકાલે એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એન.બી. ડાભી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઈ કાસુંદ્રાને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે ૨૦૦૯ની સાલમાં ટંકારામાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપી ફરાર થઇ જનાર રમેશ મહેન્દુ મચ્છાર(ઉ.વ.૨૯) રહે. હાલ જામવાડી, તા. થાન. જી. સુરેન્દ્રનગર મુળ રહે. ગવસર પેમા ફળીયું તા. રાણાપુર જી. જાંબુઆ(એમ.પી.) વાળાને જામવાડી ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી. જાડેજા, પો.સબ.ઇન્સ. એન.બી. ડાભી, એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, પો.હેડ. કોન્સ. ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહિલ, પો. કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!