Friday, January 10, 2025
HomeGujaratટંકારા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ તથા પોલીસ વિભાગની વિવિધ કામગીરી વિશે વિધાર્થીઓને...

ટંકારા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ તથા પોલીસ વિભાગની વિવિધ કામગીરી વિશે વિધાર્થીઓને સમજ અપાઈ

એમ પી દોશી વિદ્યાલય ખાતે ટંકારા પોલીસ જવાનો દ્વારા સાયબર અવેરનેશ રાખવાની મહત્ત્વની ટિપ્સ આપવામા આવી હતી તેમજ સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મ પર રાખવાની તકેદારી વિશે દાખલાઓ આપી સમજ અપાઈ

- Advertisement -
- Advertisement -

નાનેરાથી લઈ વયોવૃદ્ધ ને ઓનલાઈન ઉપર અગ્રેસર રહેવા આંધળી દોટ મૂકી છે તો વિધાર્થીઓને જાણે મોબાઇલનું વળગણ લાગી ગયુ હોય. સોશિયલ મિડિયા એપ્લિકેશન થકી બાળકો સાથે અમુક વાંધાજનક કન્ટેન્ટ મોકલીને છેતરપિંડી કરવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. તો ખરીદી કે બેન્કિંગ બાબતે છેતરપિંડી વધી રહી છે ત્યારે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા એમ પી દોશી વિદ્યાલય ખાતે ધોરણ 12 મા અભ્યાસ કરતા છાત્રો સાથે નવતર અભિગમ અપનાવીને સાયબર અવેરનેસ સંદર્ભે સેમિનાર યોજી સાયબર ક્રાઇમને લગતી મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. આ વખતે ઝીણામાં ઝીણી વિગતો ઉદાહરણ તરીકે સમજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર ને સાર્થક કરી બતાવવા અને ભવિષ્યના નાગરિક તરીકે બખુબી જવાબદારી નિભાવવા ભાર મૂક્યો હતો.

આ તકે 66 ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારશ્રીના સુરક્ષા સેતુ અભિગમ હેઠળ 100 નંબર 181 અભિયમ, પોલીસ સી ટીમ ઈમર્જન્સી પોલીસ માટે 112, ચાઈલ્ડ હેલ્પલાઈન 1098, વરીષ્ઠ નાગરિક માટે 14567, નાર્કોટિક્સ ડ્રગ્સ માટે 1908 અને સાઈબર ક્રાઈમ માટે 1930 નંબર ની વિગતે વાત કરી હતી.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, સંગઠન મહા મંત્રી રૂપસિંહ ઝાલા ગણેશભાઈ નમેરા, ઉપ પ્રમુખ દિનેશભાઈ વાધરિયા, રશમિકાંત દુબરીયા, નિલેશ પટણી એમ પી દોશી વિર્ધાલય ના આચાર્ય ખાંભલા સાહેબ એમ ડી વિધાલય ના શિક્ષક સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ આર હેરભા સાહેબની અધ્યક્ષતામાં પ્રવિણભાઈ મેવા, ગૌરવભાઈ ગઢવી, શૈલેષભાઈ સગર, ધવલભાઈ ભાગિયા, સતિષભાઈ બસિયા, વિધાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!