ટંકારા તાલુકાના નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા ગુમ થયેલા ૫૭ વર્ષીય વ્યક્તિને સુરેન્દ્રનગર ખાતેથી શોધી ટંકારા પોલીસ દ્વારા તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાંથી ગુમ, અપહરણ થયેલ બાળકો, વ્યકિતઓને શોધી કાઢવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે ટંકારા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ ગુમ જાણવા જોગ એન્ટ્રી મુજબ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કાંતીભાઇ કરશનભાઇ અઘેડા રહે. જામકંડોરણા જી-રાજકોટ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ જાહેર કરી કે તે તથા તેમના મોટા ભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા ઉવ-૫૭ વાળા ટંકારાના નાના જડેશ્વર મંદીરે ખાતે સેવા કાર્ય કરવા આવેલ હોય જે ગઇ તા.૦૯ જાન્યુ.૨૦૨૩ ના રોજ કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહેલ હોય અને ગુમ થઇ ગયેલ હોય, જે ગુમ થનાર રણેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ હાલમાં સુરેન્દ્રનગર ખાતે હોવાની મળેલ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમ સુરેન્દ્રનગર ખાતે તપાસ અર્થે જતા ગુમ થનાર વ્યકિત રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા ઉવ-૫૭ રહે. જામકંડોરણા જી-રાજકોટ વાળા સુરેન્દ્રનગર અનુબંધ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતેથી મળી આવ્યા હતા. જેથી ટંકારા પોલીસે ગમ થયેલ રમેશભાઈને પરિવારજનોનો સંપર્ક કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સોંપી આગળની કાર્યવાહી કરેલ છે.