ટંકારાનાં નેકનામ ગામે રહેતા પિતા-પુત્ર સાથે નેકનામ ગામના પરબે ગત તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ આર.ઓ પ્લાંટનુ પાણી ભરવા ગયેલ હોય ત્યારે છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા (રહે નેકનામ તા.ટંકારા જિ.મોરબી) નામના શખ્સ દ્વારા મારામારી કરવામાં આવી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને ખોટી ગણાવી આજ રોજ ટંકારા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને નિર્દોષ વ્યકિતને સંડોવી દીધેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ટંકારા રાજપૂત સમાજ દ્વારા મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામે બનેલ મારામારીના બનાવ સદર્ભે થયેલ ફરીયાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. ટંકારા રાજપૂત સમાજ દ્વારા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નેકનામ ગામે તમામ જ્ઞાતીના લોકો વસવાટ કરે છે. અને સમગ્ર નેકનામ ગામના લોકો એક બીજાને તમામ પ્રકારની પરીસ્થીતીમાં સાથ સહકાર આપતા આવે છે. વાર તહેવારના પ્રસંગે ગામના સમગ્ર સમાજના લોકો ભેગા મળીને પ્રસંગ ઉજવે છે. કયારેય જ્ઞાતીવાદના કારણે ઝઘડાઓ થયેલ નથી. ત્યારે ગત તારીખ- ૦૪/૦૮/૨૦૨૩ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં છત્રપાલસિંહ ઈન્દુભા ઝાલા વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ છે. જે ફરીયાદમાં જણાવ્યા મુજબ પાણી ભરવા બાબતે ફરીયાદીના દીકરાને માર મારવા તથા જ્ઞાતી પ્રત્યે હડધુત કરવા તથા રોકડ રકમની લુંટ કરવાનો આરોપ મુકવામાં આવેલ છે. જે અંગે ટંકારા રાજપૂત સમાજ દ્વારા માહીતી મેળવતા સમગ્ર ફરીયાદ ખોટી ઉપજાવી કાઢેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં ફરીયાદીએ અન્ય ઈસમોની ચડામણીથી છત્રપાલસિંહ ઈન્દુભા ઝાલા વિરુધ્ધ હાલની ફરીયાદ કરેલ છે. આ ફરીયાદમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ ન હોવા છતા ખોટી હકીકતો જણાવી હાલની આ ફરીયાદ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી સાથે કે નેકનામ ગામના દલીત સમાજના લોકો સાથે છત્રપાલસિંહ ઈન્દુભા ઝાલાને કયારેય બોલાચાલી પણ થયેલ નથી. અને છત્રપાલસિંહ ઈન્દુભા ઝાલા ઝધડાલુ સ્વભાવના માણસ નથી. તેઓ નિર્દોષ હોય તેઓને ખોટી રીતે સંડોવી દીધેલ છે.
ટંકારા રાજપૂત સમાજ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, છત્રપાલસિંહ ઇન્દુભા ઝાલા વિરુધ્ધ કરવામાં આવેલ ફરીયાદ સંદર્ભે આજ રોજના આવેદનપત્ર બાબતે નેકનામ ગામના તમામ જ્ઞાતીના લાકો ટેકો આપેલ છે. હાલની આ ફરીયાદ માત્રને માત્ર અન્ય ઈસમોની ઉસ્કેરણીના કારણે કરવામાં આવેલ છે. અને અનુસૂચિતજાતી અને અનુસૂચિત જન જાતી પ્રતિબંધ ધારાનો ગેર ઉપયોગ કરેલ છે. માત્ર આ કાયદા દ્વારા પિડીતોને અપાતી વળતરની રકમ મેળવવા હાલની ફરીયાદ ખોટી મનઘડંત તથા ઉપજાવી કાઢેલ છે. જેથી ટંકારા રાજપૂત સમાજ દ્વારા ટંકારા તાલુકાના નેકનામ ગામે આ બનેલ બનાવ પ્રકારની ખોટી ફરીયાદો થાય નહી. તથા અનું જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ ધારા નો ગેર ઉપયોગ થાય નહી તે અંગે યોગ્ય પગલા લેવા અને સચોટ તપાસ કરી ત્યારબાદ કોઈપણ ફરીયાદ નોંધવા તથા અનુ.જાતી અને અનું. જન જાતી પ્રતિબંધ ધારાનો ગેરલાભ લઈ ખોટી ફરીયાદો કરવાની ટેવવાળા લોકો તથા આ કાયદાનો ગેરલાભ લેવા ઉસ્કેરણી કરતા ઈસમોને આ પ્રકારની પ્રવૃતિ કરતા અટકાવવા અરજ છે. તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબ હુકમ કરવા ટંકારા રાજપૂત સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.