Wednesday, October 9, 2024
HomeGujaratટંકારાના લતીપર રોડ ઉપર થયેલ હિટ એન્ડ રન અકસ્માતના ગુનામાં ટેન્કર ચાલક...

ટંકારાના લતીપર રોડ ઉપર થયેલ હિટ એન્ડ રન અકસ્માતના ગુનામાં ટેન્કર ચાલક આરોપીને ઝડપી લેવાયો 

રીક્ષાને ટ્રક ટેન્કર દ્વારા હડફેટે લઈ સર્જાયેલ અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક અજાણ્યા ટ્રક ટેન્કર દ્વારા રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ૧૪ વર્ષીય સગીરનું માથામાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ઉપરોક્ત ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, અકસ્માતમાં મૃત્યુ અંગે મૃતકના પિતા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે ટંકારા પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સ દ્વારા જામનગરના ટેન્કર ચાલક આરોપીની અટકાયત કરવામાં ઉપરોક્ત તરામ ટેન્કરને પણ કબ્જે કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં બનતા અકસ્માતના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચનાને લઈને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૩/૧૦ ના નોંધાયેલ અજાણ્યા વાહન ચાલક દ્વારા અકસ્માતમાં મૃત્યુમાં નોંધાયેલ ફરિયાદ અન્વયે ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુન્હો શોધવા સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સથી માહીતી મળેલ કે ઉપરોક્ત ગુન્હામા અકસ્માત કરી નાસી જનાર ટેન્કર રજી.નંબર- જીજે-૦૩-બીવી-૯૯૨૬ નો ચાલક આરોપી ભુપતભાઇ રાયધનભાઇ બોરીચા ઉવ.૩૫ રહે.શ્યામ ટાઉન રામેશ્વર બંગલો ગુલાબનગર જામનગર વાળો હોવાનું સામે આવ્યું હતું, જેથી આરોપીને ગત તા.૦૭ ઓક્ટો.ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે ટેન્કર ટેન્કર આર.ટી.ઓ. પરીક્ષણ અર્થે ટંકારા પોલીસ મથકમાં રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!