Tuesday, April 23, 2024
HomeGujaratજુના માલણીયાદ ગ્રામ પંચાયતનો ઓપરેટર અરજદારો પાસેથી વધુ ચાર્જ ઉઘરાવી ભષ્ટ્રાચાર કરતો...

જુના માલણીયાદ ગ્રામ પંચાયતનો ઓપરેટર અરજદારો પાસેથી વધુ ચાર્જ ઉઘરાવી ભષ્ટ્રાચાર કરતો હોવાની ટીડીઓને ધગધગતી રાવ કરાઈ

હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી અરજદારો પાસેથી વધુ ચાર્જ ઉઘરાવી ભષ્ટ્રાચાર આચરતો હોવાની રાવ સાથે જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારનીએ ધગધગતી રજુઆત કરતા સનસનાટી મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

જુના માલણીયાદ ગામના હકાભાઈ અણદાભાઈ ભરવાડે ટીડીઓને કરેલી રજૂઆતમા જણાવ્યું કે, માલણીયાદ ગામે ગ્રામ પંચાયત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર મુનેશ લાલજીભાઈ બજાણીયા સરકારના નીતિ નિયમોને નેવે મૂકી અરજદાર પાસેથી ચાર્જ જે લેવાનો થતો હોય તેનાથી વધુ લઈ ભષ્ટ્રાચાર કરે છે. જો કોઈ અરજદાર આ બાબતે સવાલ ઉઠાવે તો ‘મારે ઉપર આપવા પડે છે’. તમારાથી થાય તે કરી લો મારું કાંઈ જ અધિકારી બગાડી શકશે નહી તેમ કહી અણછાજતું વર્તન કરે છે. જે તેના મનમાની મુજબ વર્તન કરી ગરીબ માણસો પાસેથી વધુ રકમ ઉઘરાવી ભષ્ટ્રાચાર કરે છે આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવા રજૂઆતના અંતમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!