કર્ણાટક અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને “ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવે છે. જેમાં મોરબીની સભારા શાળાનાં શિક્ષકની ડો.રાધાકૃષ્ણ રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા મોરબી શિક્ષણ જગતમાં ખુશીની હેલી ફેલાઈ જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, “ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ” માટે સમગ્ર ભારતમાંથી 110 જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને તા10/9/2023ના રોજ ઉંઝા ખાતે આ એવોર્ડ સન્માન સાથે એનાયત કરવામાં આવશે. તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીની નોંધ લઈ ટીમ મંથને વિજયભાઈ દલસાણીયાની પસંદગી કરતા વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શૈલેષભાઈ પ્રજાપતિ અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમની આભારની લાગણી વ્યક્ત કરી હતી.