Wednesday, January 1, 2025
HomeGujaratટંકારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં યોજવામાં આવશે સેવા સેતુનો દસમો તબક્કો

ટંકારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં યોજવામાં આવશે સેવા સેતુનો દસમો તબક્કો

ટંકારા મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા કલેકટરને પત્ર લખી સેવાસેતુ કાર્યક્રમ નો ૧૦ મો તબક્કાનું ટંકારામાં અને ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં રાઉન્ડ તા. ૧૭/૦૯/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવશે તેમ જાણ કરવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

ટંકારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા. ૧૭/૦૯/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ (દસમો તબક્કો) યોજવામાં આવશે. જેમાં કલસ્ટર / વોર્ડ વાઇસ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ ટંકારા શહેરી કક્ષાએ કલસ્ટરના ટંકારા, આર્યનગર અને કલ્યાણપરના તમામ વોર્ડમાં ટંકારા ના એમ.પી. દોશી હાઇસ્કૂલ ખાતે ચીફ ઓફિસર ના સુપર વિઝન હેઠળ યોજાશે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ પ્રથમ રાઉન્ડમાં ટંકારા તાલુકા વિકાસ અધિકારીના સુપર વિઝન હેઠળ લજાઈ કુમાર પ્રાથમિક શાળા ખાતે લજાઈના અમરાપર, ટોળ, લખધીરગઢ, લજાઈ તેમજ હડમતીયાના વિરપર, હડમતીયા, સજનપર, ધ્રુવનગર, તેમજ નસિતપરના નસિતપર, મહેન્દ્રપુર, નાના રામપર, ઉમિયાનગર, મેધપર (ઝા) અને વાધગઢ તેમજ મોટા ખીજડીયાના મોટા ખીજડીયા, નાના ખીજડીયા, ધુનડા (ખા.), નેસડા (ખા.) અને ગજડી ખાતે યોજવામાં આવશે. જ્યારે બીજા રાઉન્ડમાં ટંકારા મામલતદારના સુપર વિઝન હેઠળ જબલપુર પ્રાથમિક શાળા ખાતે તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ જબલપુરના જબલપુર, સરાયા, સાવડી, નેસડા (સુ.), હીરાપર તેમજ ઓટાળાના ઓટાળા, બંગાવડી, દેવાળિયા, ખાખરા, જોધપર (ઝા.) અને ધ્રોલિયા અને ત્રીજા રાઉન્ડમાં ટંકારા તાલુકા વિકાસ અધિકારીના સુપર વિઝન હેઠળ નેકનામ પ્રાથમિક શાળા ખાતે નેકનામ કલસ્ટરના તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ મિતાણાના હરીપર, મિતાણા, છતર, વાછકપર, હરબટીયાળી, ભૂટકોટડા અને જીવાપર તેમજ નેકનામના નેકનામ, હમીરપર, સખપર, વીરવાવ, રોહીશાળા અને ગણેશપર ગામ ખાતે યોજવામાં આવશે. તેમ મામલતદાર ટંકારા દ્વારા જણાવવામાં આવ્યું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!