મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ એક યુવક પર હુમલો કર્યો હતો. અને અપશબ્દો ભાંડી ઢીક પાટુનો માર માર્યો હતો.
માલા,ટી માહિતી અનુસાર, વાંકનેરનાં એસ્ટ્રોન સિરામિક ની ઓરડીમા માટેલ રોડ ખાતે રહેતા રોહિતભાઇ રમેશભાઇ વાઘેલા નામના યુવક પર ગઈકાલે રાત્રીના સમયે ગેલાભાઇ ભીખાભાઇ નૈયા તથા પ્રકાશભાઈ (બંન્ને રહે.વણકર વાસ,સબ જેલ સામે મોરબી) નામના શખ્સોએ મોરબીના વણકર વાસ સબ જેલની સામે હુમલો કર્યો હતો. જેમાં ગેલાભાઇ ભીખાભાઇ નૈયાએ યુવકને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી એક ઘા મારવા જતા ફરિયાદીએ પોતાનો હાથ ખસેડી લેતા હાથના ભાગે સામાન્ય છરકો કરી તથા પ્રકાશભાઈએ ગેલાભાઇનું ઉપરાણું લઈ બંન્ને આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુનો મુંઢ માર મારી ગાળો ભાંડતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.