મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વીન્ટેજવિલા નામના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ધોળા દિવસે એકટીવા મોપેડની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા અંગે મોપેડના માલિક દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાંથી વધુ એક મોપેડ ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ગત તા. ૦૧/૦૫ ના રોજ રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં આવેલ વિન્ટેજ વીલા એપાર્ટમેન્ટમાં બપોરના સુમારે પાર્ક કરેલ એકટીવા રજી. નં. જીજે-૩૬-એચ-૬૭૭૭ કિ.રૂ.૨૫,૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયાની એકટીવા મોપેડના માલિક હરિલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા ઉવ.૫૭ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.