Saturday, December 28, 2024
HomeGujaratલજાઈ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસે પાર્ક કરેલ વેપારીના બાઇકની ચોરી

લજાઈ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસે પાર્ક કરેલ વેપારીના બાઇકની ચોરી

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા મોરબીના વેપારીના બાઇકની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયા અંગે ફરિયાદ નોંધાતા હાલ ટંકારા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના છાત્રાલય રોડ ઉપર ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા ગત તા.૨૫ ઓગસ્ટના રોજ પોતાના ભાઈ ભરાતભાઈનું હીરો-હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-બીએલ-૪૨૧૬ લઈને ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ભીમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે મંદિરના ખુલ્લા પટ્ટમાં ઉઓરોકટ બાઇક પાર્ક કરીને જગદીશભાઈ મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે દર્શન કરી પરત આવતા ખુલ્લા પટ્ટમાં પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લાઇ ગયો હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા ઉપરોક્ત બાઇક ન મળતા ટંકારા પોલીસ મથકમાં ખોવાયેલ બાઇક અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!