Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં ત્રિકોણ બાગમાં પાર્ક કરેલ ખેડૂતના બાઇકની ચોરી

મોરબીમાં ત્રિકોણ બાગમાં પાર્ક કરેલ ખેડૂતના બાઇકની ચોરી

ગામડેથી કપડાની ખરીદી કરવા આવેલ ખેડૂતે પાર્ક કરેલ સ્પ્લેન્ડરની ઉઠાંતરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાંથી બાઇક ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબી એસબીઆઈ બેંક સામે ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કરેલ સ્પ્લેન્ડર બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગેની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બાઇક ચોરી અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરેશભાઈ બાબુલાલ પરેચા ઉવ.૨૫ ગત તા.૧૩/૦૭ના રોજ તેમના મિત્ર સાથે કપડાંની ખરીદી કરવા મોરબી આવ્યા હતા. ત્યારે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-૩૬-એએ-૪૧૭૭ મોરબી પરાબજાર એસબીઆઈ બેંક સને ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જે બાદ કપડા ખરીદ કરીને પરત ફર્યા ત્યારે ઉપરોક્ત બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયા હતા, બાઇક ચોરીની પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી બાઇકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!