Friday, December 12, 2025
HomeGujaratહળવદના રાતાભેરમાં થયેલ ચાર ભેંસની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની અટકાયત

હળવદના રાતાભેરમાં થયેલ ચાર ભેંસની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની અટકાયત

હળવદ તાલુકાના રાતાભેર ગામમાંથી ચાર ભેંસની ચોરીનો ભેદ હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કર્યો છે. સર્વેલન્સ ટીમને મળેલી બાતમી આધારે વાંકીયા ગામની સીમમાંથી આરોપીને મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ હળવદ પોલીસે ચારેય ભેંસનો કબજો લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે સતત કાર્યરત હોય ત્યારે ગત ૧૦/૧૨/૨૦૨૫ના રોજ રાતાભેર ગામના રહેવાસી મુકેશભાઈ હેમુભાઈ ઈન્દરીયાની વાડી સહિત અલગ અલગ ત્રણ સ્થળે બાંધેલી ચાર ભેંસ, જેની કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. ફરીયાદને આધારે પો.કોન્સ હરવિજયસિંહ ઝાલા અને સાગરભાઈ કુરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકાના વાંકીયા ગામની સીમમાંથી આરોપી જયંતીભાઈ છગનભાઈ સોનગઢી ઉવ.૪૨ હાલ રહે.ધરમપુર ટીંબડી તા.મોરબી મૂળરહે. રાલેજ તા. ખંભાત જી.આણંદ વાળાને ચોરી કરેલ ચારેય ભેંસ સાથે પકડી લેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!