મોરબી નગરપાલિકાએ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે. અને ડીમોલિશન પ્રક્રિયા હાથ ધરી છે. જેને લઈ સરદારબાગ નજીક ભરાતી શાક માર્કેટ ખાલી કરાવવામાં આવતા ૩૦૦ થી વધુ નાના ધંધાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ધંધાર્થીઓ રોષભેર કલેકટર પાસે રજુઆત કરવા એકત્ર થયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલીકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોરબી શહેરમાં ડીમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોરબી શહેરના સરદાર બાગ પાસે શાક માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, લીલાપર રોડ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ રોડ સાઈડમાં વાહન પાર્કિંગની જગ્યામાં બાંધવામાં આવેલ ઝુંપડા, છાપરા તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારે સરદાર બાગ નજીક ભરાતી શાક માર્કેટ ના ધંધાર્થીઓ ના ચાલુ ધંધે નગરપાલિકા દ્વારા પહોંચી જઈને તાત્કાલિક બધાને ઉઠાડી ને તે જગ્યા પર બીજી વખત ન ધંધો શરૂ ન કરવા સૂચના આપી હતી. ત્યારે ડીમોલિશન પ્રક્રિયાને લઇ નાના ધંધાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને રોજ નુ કમાઈ ને પેટિયું રડતા ધંધાર્થીઓ તે જગ્યા પર ધંધો કરવા દેવા માટે જિલ્લા કલેકટર ને રજુઆત કરી હતી.