હળવદ પંથકમાં બોળ ચોથની ઉજવણી.શંકરપરા વિસ્તારમાં સવારથી બોળ ચોથ ની પરંપરાગત પુજા અર્ચન બોળ ચોથ ની વાર્તા કરાઈ
ઝાલાવાડમાં આજે પણ બોળચોથ ની પરંપરા અકબંધ જોવા મળે છે.આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ બોળ ચોથ નું વ્રત રાખી ગાય માતાની પૂજા કરી આખો દિવસ ખાંડશુ કે દળશુ નહીં તેમજ છરી છપ્પા થી શાકભાજી સુધારોશુ નહીં અને ઘઉં નો ત્યાગ કરી બાજરાનો રોટલો અને મગખાઈ એકટાણું કરી દુધ દહીં છાસ નો પણ ત્યાગ કરે છે અને બોળ ચોથની મહત્વ ધરાવતી કથાનું વાંચન કરે છે. શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથ નિમિતે આજે બહેનો – માતાઓ દ્વારા ગૌ પૂજન કરી આપણી સંસ્કૃતિમાં રહેલ ગૌ પૂજનના માહાત્મ્યની પરમ્પરાગત પુજા અર્ચના કરે છે.પ્રાચીન સમયમાં કથા કરીને બોળચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉત્સાહ ભેર ગાય વાછરડા નું પૂજન કરી બોળચોથ ઉજવે છે. હળવદના શંકર પરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે બોળચોથ ની ઉત્સાહભેર પૂજા અર્ચન કરી વાર્તા કરવામાં આવી હતી. મહિલાઓ ગાય અને વાછરડાની પુજા અર્ચના કરી હતી.આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરી આસ્થાભેર બોળ ચોથ નું વ્રત કરે છે જે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે