Saturday, January 11, 2025
HomeGujaratહળવદના માનસર ગામ નજીક એસટી બસની ઠોકરે બાઇક સવાર યુવકનું કરૂણ મૃત્યુ

હળવદના માનસર ગામ નજીક એસટી બસની ઠોકરે બાઇક સવાર યુવકનું કરૂણ મૃત્યુ

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર વધુ એક માર્ગ અકસ્માતના બનાવમાં આશાસ્પદ યુવકનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારમાં શોક પ્રસરી ગયો હતો, જેમાં સુ.નગર-મોરબી રૂટની એસટી બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવી સામેથી આવતા બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર ગત તા. ૨૧/૦૭ના રોજ સુરેન્દ્રનગર-મોરબી રૂટની બસ જેના રજી.નં. જીજે-૧૮-ઝેડ-૬૫૭૫ના ચાલકે હળવદ-મોરબી રોડ ઉપર પોતાના હવાલવાળી બસ બેદરકારી તથા ગફલતભરી રીતે રોડ ઉપર ચલાવી હળવદના માનસર ગામ નજીક નાળા પાસે સામેથી આવતા હીરો કંપનીના સીડી ડિલક્સ બાઇક રજી.નં. એમપી-૪૬-એમટી-૫૦૬૦ને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક રાકેશભાઈ છગનભાઇ ડાવર ઉવ.૨૪ને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મૃત્યુના બનાવ મામલે મૃતકના કુટુંબી ભાઈ કમલ તારાચંદ ડાવર ઉવ.૨૪ હાલ રહે.લખધીરપુર ગામ લીવોલા ગ્રેનીટો મુળરહે.એકલવારા મધ્યપ્રદેશની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!