ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટના સહિયારા પ્રયાસથી ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
આ તકે આત્મા પ્રોજેક્ટમાથી ભરતભાઈ વાઘેલા એ દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગેની માહિતી આપી હતી. અને એફપ્રો સંસ્થાના મેનેજર કિમ્પલભાઈ દેત્રોજા અને જયેશભાઈ ભટાસણા દ્વારા ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ, બાયો કંટ્રોલ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તેમજ આજુબાજુના ગામના અંદાજે ૨૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતો હાજરી આપી તાલીમ મેળવી હતી.