મોરબીમાં સંધિ–મુસ્લીમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને માંગ કરી હતી કે, સંધિ-મુસ્લીમ સમાજનો ઓ.બી.સી.માં સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લામાં સંધિ-મુસ્લીમ સમાજની શહેર અને ગામડાઓમાં સંધી મુસ્લિમ સમાજની આશરે 20000 થી વધુ લોકોની વસ્તી છે. તેમજ સમાજમાં શિક્ષણનું સ્તર ખુબ જ ઓછુ છે. સમાજના લોકો મુખ્યત્વે મજૂરીકામ કરે છે અને શિક્ષણના અભાવે જાગૃતિનો અભાવ પણ છે. તેથી તેઓ દ્વારા સ્થાનીક સ્વરાય સંસ્થાઓ જેમ કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલીકા. મહાનગરપાલીકા વગેરેમાં સંધિ–મુસ્લીમ સમાજનું પ્રતિનિધિત્વ હોવાનું જણાવવામાં આવ્યું છે.જેથી તેઓ દ્વારા સ્થાનીક સ્વરાજયની વિવિધ સંસ્થાઓમાં તેમના સમાજની વસ્તીના આધારે ઓ. બી. સી. અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવા માંગ કરાઈ હતી.