Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં એ.ટી.એમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનારી ત્રિપુટી ઝડપાઈ

મોરબીમાં એ.ટી.એમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનારી ત્રિપુટી ઝડપાઈ

મોરબી તાલુકાના બેલા ગામમાં આવેલ એકસીસ બેંકના એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈ બેન્ક મેનેજરે CCTVની ચકાસણી કરતા 3 ઈસમો ATM તોડતા નજરે પડ્યા હતા. જેને લઇ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાની સાથે જ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લઈ જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના આપેલ હતી. જે અન્વયે ગઇકાલે એટલે કે તા.૨૩/૦૯/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના બેલા ગામે આવેલ એકસીસ બેંકનું એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થયેલ હોય જે અંગેનો ગુન્હો દાખલ થતા જ થયેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર ગોઢાણીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીને પકડવા સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ સુમરાને ખાનગીરાહે બાતમી મળતા તેઓએ આરોપીને દબોચી લઇ જેલ હવાલે કર્યા હતા. જેમાં પોલીસે રાજીવકુમાર બોટીરામ ભગત, સુરજકુમાર સુખદેવરાજ ભગત અને ફરપ્રિતસિંગ સુખદેવસિંગ કાહલોન નામના ત્રણેય આરોપીઓ પાસેથી લોખંડના ટામી વાળા બે અણીદાર સળીયાવાળા, એક હિરો કંપનીનુ સ્પ્લેન્ડર સહીત રૂ.૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!