મોરબીનીં કંપનીમાંથી નેપાળ ખાતે મોકલાવેલ 51 લાખ ઉપરાંતની કિંમતનો માલ ટ્રક ચાલકે નેપાળ પહોંચાડવાને બદલે બારોબાર સંગેવાગી કરી ડિલિવરી ન આપતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજ નગર કિશાનપાર્ક-૧માં રહેતા દીપકભાઇ મનસુખભાઇ ઘોડાસરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે મોરબીની કજારીયા પ્લાયવુડ પ્રા.લી.કંપનીની રૂપિયા ૫૧,૦૭,૫૪૪નીં કિંમતનો લેમીનેટની શીટો નંગ-૫૭૭૫ માલ મોરબીથી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે મોકલવા માટે આરોપી દીલીપકુમાર અભીમન્યુ સીંગ (રહે- ગોપાલપુર સરદહા બજાર, મહારાજ ગંજ, આજમગઢ, ઉત્તરપ્રદેશ)ના ટ્રક નં. યુ.પી.૫૦.સી.ટી.૦૮૭૦ માં ભરી ગત તા..૨૫/૦૨/૨૦૨૨ ના રોજ મોકલ્યો હતો. પરંતુ આરોપીએ ટ્રક ચાલકે આજ સુધી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે માલની ડિલિવરી ન આપી કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે દીપકભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વધુ તપાસ પીએસઆઇ એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.