મોરબી માળીયા નેશનલ હાઇવેથી ગાળા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગાળા ગામના પાધરમા રહેણાક મકાનોના દબાણ ઉભા થઇ જતા રસ્તો સાંકળો બની ગયો હતો. જે સંદર્ભે જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની હાજરીમાં નડતરરૂપ આઠેક જેટલા બાંધકામનો ભુક્કો બોલાવી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગાળા ગામના પાધરમા રસ્તાને નડતર રૂપ દબાણો ઉપર આજે જિલ્લા પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું હતું ગામના પાદર માં રહેણાક મકાનોના દબાણ ઉભા થઇ જતા રસ્તો સાંકળો બની ગયો હતો. જે સંદર્ભે કાર્યવાહી કરી આજે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજય લોરિયાની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બનવાયેલ બાથરૂમ સહિતના બાંધકામ અને ફળિયાના દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. વર્ષોથી રોડનો પ્રશ્ન ગ્રામજનોને સતાવતો હોય જે કામ આખરે શરુ થતા ગ્રામજનોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ હતી