વાંકાનેરના ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ – એ.પી.એમ.સી. તરફથી અપીલ કરવામાં આવી છે કે, કમોસમી વરસાદની શકયતા હોવાથી ખેડૂતોએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો.અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે. જગ્યા નહી હોય તો વાહન ઉભું રાખવું પડશે જેની ખાસ નોંધ લેવા વિનંતી. તેમજ ખેડૂતોએ આ સુચનાનો અમલ નવી જાહેરાત ન થાય ત્યા સુધી કરવાનો રહેશે. જે વેપારીભાઈઓનો માલ ખુલ્લી જગ્યામાં હોય તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી. તેવું વાંકાનેરના ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ – એ.પી.એમ.સી. તરફથી અપીલ કરવામાં આવી છે.