ઘરેથી છુટુ પડી ગયેલ પરપ્રાંતીય દિવ્યાંગ કિશોરનું વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે તેના પરિવાર સાથે મિલન કરવી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
મોરબી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકો, કિશોરોને શોધી કાઢવા અંગેની મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન મુજબ વાંકનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વાંકાનેર શહેરમાંથી એક 14 વર્ષીય દિવ્યાંગ કિશોર મળી આવ્યો હતો. જેને પગલે વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનનાં પીઆઇ બી.જી. સરવૈયા, હેડ કોન્સ્ટેબલ જી.પી.ટાપરીયા, કોન્સ્ટેબલ જનકભાઇ ચાવડાએ આ બહેરા અને મુંગા કિશોર મુકેશભાઇ દશરથભાઇ સાહની રહે . અરાજીમાફી સાગારપાલી જી. બલીયા (યુ.પી) વાળાને ચાઇલ્ફ વેલ્ફેર કમીટીના ચેરમેનના સંપર્કમાં રહી આજે તેના પરીવારના દુર્ગેશભાઇ દશરથભાઈ સાહની સાથે સુખદ મીલન કરાવ્યું હતું.