Sunday, November 24, 2024
HomeGujaratનુતન “સાંસદ સંપર્ક સદન”નું ભુજ કચ્છ ખાતે સી. આર. પાટીલના હસ્તે કરાશે...

નુતન “સાંસદ સંપર્ક સદન”નું ભુજ કચ્છ ખાતે સી. આર. પાટીલના હસ્તે કરાશે ઉદ્દઘાટન

ભુજ – કચ્છના કે. ડી. ઓટો પાછળ કોમર્સ કોલેજ રોડ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલમાં હસ્તે તા. ૧૪/૦૯/૨૦૨૪ શનિવારના રોજ બપોરે ૧૧:૦૦ વાગ્યે “સાંસદ સંપર્ક સદન”નું ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં આધુનીક યુગનું આધુનીક સુવિધા સભર સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા લોક સંપર્કનું સેતુ બનશે. તેમજ વિનોદભાઇ ચાવડાની લોકસભા સત્ર સિવાય કચ્છમાં ઉપસ્થિતિ હોય ત્યારે અઠવાડીયામાં ૪૦૦ થી વધુ અરજદારો, મુલાકાતીઓ તેમની મુલાકાતે આવે છે. ત્યારે તેમની સુવિધાઓને નજર સમક્ષ રાખી સાંસદ તરફથી ૪૦૦૦ હજાર ફુટ બાંધકામ સાથે અધતન સદન બનાવવામાં આવ્યું છે. જે નૂતન સાંસદ સંપર્ક સદન કાર્યક્ષમ સ્ટાફ, પાર્કિંગ સુવિધા સાથે કચ્છની જનતા અને સાંસદ વચ્ચે સંવાદ, પ્રશ્નોનાં નિરાકરણ, લોક પ્રતિનિધિત્વનું પ્રતિક બનશે તેવા આશય સાથે ઉદધાટન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

નૂતન સાંસદ સંપર્ક સદનનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પુર્વ અને પશ્ચિમ કચ્છના ત્રિભેટે આવેલા વિસ્તારમાં જિલ્લાના પાટનગર ભુજ ખાતે મુલાકાતીઓ માટે પ્રતિક્ષા ખંડ, કેન્દ્ર અને રાજયની વિકાસલક્ષી યોજનાઓ, સાંસદ તરફથી થયેલ પ્રજાલક્ષી કાર્યો દર્શાવતી LED, ગ્રાઉન્ડ ફ્લોર પર કર્મચારીઓની બેઠક, ૨૦ બેઠક ધરાવતી મુખ્ય ચેમ્બર, અધિકારી કે મહાનુભાવો માટે અલાયદા બે પ્રતિક્ષા કક્ષ, પ્રથમ માળે ટેકનોલોજી સજ્જ કોન્ફરન્સ રૂમ, ૩૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, જયારે સદનના બીજા માળે સ્ટાફ, મહેમાનો માટે રેસ્ટ રૂમ, પોતાના કાર્યકાળ દરમ્યાન મળેલ ભેટ – સોગાદનું “સાંસદ સન્માન સંગ્રાહાલય, ઉર્જા અને પર્યાવરણ બચાવ માટે સૌર્ય ઉર્જા સોલાર ૧૦ કી વોટ્સ તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરી ૨૦૦૦ લીટર નો જળ સંચય કરવામાં આવશે. તેમજ ફાયર સેફટી ઉપકરણો, સંપુર્ણ સદન સીસીટીવી કેમેરા થી સજ્જ બનાવવામાં આવ્યું છે. તેમ સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું. ત્યારે સાંસદ સંપર્ક સદન ઉદઘાટન પ્રસંગે કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કચ્છમાં જળ સ્તર વધારવા વરસાદી પાણી સંગ્રહ માટે ૧૦૫૦ જેટલા કૂવા બોર રિચાર્જ કરવામાં આવ્યા છે. તે ઉપસ્થિત કિશાનોને પ્રોત્સાહન રૂપે સન્માનવામાં આવશે. સાંસદ સંપર્ક સદનના ઉદ્દઘાટન પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપા મહામંત્રી રજની પટેલ, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ દેવજીભાઇ વરચંદ, પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ રણછોડભાઇ દલવાડી, પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા, પ્રમુખ મોરબી જિલ્લા પંચાયત હંસાબેન પારઘી, ધારાસભ્ય ભુજ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય માંડવી અનિરૂધ્ધભાઇ દવે, ધારાસભ્ય અંજાર ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય રાપર વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગાંધીધામ માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય મોરબી કાંતિલાલ અમૃતિયા તથા કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે તેમ જણાવવામાં આવ્યું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!