મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે કચ્છ-મોરબી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ હાઈવે શરૂ થવાની રાહમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. વાહન ચાલકો રોડ શરુ થવાની રાહમાં ઉભા છે. ત્યારે જર્જરિત થયેલ કચ્છ હાઈ વે રિપેર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
મોરબી મચ્છુ નદીના જળ પ્રવાહથી જર્જરિત થયેલ કચ્છ હાઈ વે રિપેર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. અને ટુ વ્હિલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ માટે ધીરે ધીરે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. માળિયા કચ્છ 8 A નેશનલ હાઇવે બંધ કરાતા કચ્છ સૌરાષ્ટ્ર સાથેનો વાહનવ્યવહાર બંધ થયો હતો. હાલ પોલીસ દ્વારા સાવચેતીથી એક સાઈડનો રોડ શરૂ કરાયો છે. તેમજ વરસાદ સાથે હજુ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યો છે. રીપેરીંગ થવામાં આશરે ચાર થી પાંચ કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યારે રીપેરીંગ કામગીરીમાં અડચણ ન આવે અને ઝડપથી રસ્તો રિપેર થાય એટલે વાહન વ્યવહાર અટકાવ્યો હતો.