૪૯૪ લાખના ખર્ચે ૧૨ મીટર પહોળો આર.સી.સી. બ્રિજ નિર્માણ પામશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબીના સાપર-ગાળા રોડ ૪૯૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જે રોડનું શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્તમાન રાજ્ય સરકારના નેતૃત્વમાં આ વિસ્તારમાં રોડ-રસ્તા, સિંચાઈ સહિત અનેક વિકાસ કાર્યોનું મંડાણ થયું છે. સરકારે મોરબીના વિકાસની સતત ખેવના રાખી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા અને અગ્રણી અરવિંદ વાંસદડિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ સંઘાણીએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અગ્રણી સર્વ અતુલભાઈ, કાનજીભાઈ, રાકેશભાઈ, હંસાબેન, દિલીપભાઈ, મનસુખભાઈ, ગોરધનભાઈ, મુકેશભાઈ કુંડારિયા, મુકેશભાઈ ઉધરેજા, મણીભાઈ, સતીષભાઈ, ચંદુભાઈ, ધનજીભાઈ તેમજ કાર્યપાલક ઈજનેર એન.એ.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઇ જીવાણી, સહિત તાલુકા પંચાયતના સદસ્યઓ, ઉદ્યોગપતિઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.