સૌરાષ્ટ્ર પંથકમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ) એક્ટ કન્ડિશન ઓફ સર્વિસ 1996 હેઠળ સૂચના અપાઈ છે કે, આગામી એપ્રિલ 2024 તથા જૂન 2024 દરમ્યાન બપોરે 1:00 થી 4:00 કલાક દરમ્યાન શ્રમિકોને વિશ્રામનો સમય આપવા સૂચન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર પંથકમાં આકરો તાપ પડી રહ્યો છે. બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સીઝનમાં અવાર-નવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આકરા તાપ અને ગરમીના કારણે લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળી રહે તે માટે શ્રમિકોને બપોરે 1:00 થી 4:00 કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનાં તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ વગેરે બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને પૂરતો આરામ માટેનો સમય ફાળવવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ 50(3) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં 12 કલાક કરતા વધે નહીં તેનું ધ્યાન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનું પાલન નહી કરવા બદલ શ્રમિક હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકશે તેમ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…