મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતેથી 30 વર્ષીય યુવાન કોઈને કહ્યાં વગર ગત તા.05/12/23 ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે સોસાયટીના ગેટ પાસેથી જતાં રહેતા ગઈકાલે તા.10/12/23 ના રોજ ગુમ થયાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ રાણેવાડીયા ગત તા,05/12/2023 ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના આસપાસ સોમૈયા સોસાયટીના ગેટ પાસેથી કોઈને કહ્યાં વગર જતાં રહેતા તેમનો સંપર્ક નહિ થતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.10/12/2023 ના રોજ સોમૈયા સોસાયટી ખાતે રહેતા મનોજભાઈ મહેન્દ્રભાઇ રાણેવાડીયાએ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી.