વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી ખાતે રહેતા યુવકે તેના મિત્રને મોબાઈલ ફોન હપ્તેથી લઈ દીધેલ હોય જેનો હપ્તો ન ભરતા રૂપિયા માંગતા તે બાબતનો ખાર રાખી ઈસમે અન્ય વ્યક્તિ સાથે મળી યુવકને ગાળો આપી લાકડી વતી શરીરે માર મારી મૂઢ ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર રાજકોટ રોડ વુદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા હાર્દીકભાઇ વાસાભાઇ સોલંકીએ આરોપી કીશોરભાઇ ધાનાભાઇ ચાવડાને મોબાઇલ ફોન હપ્તેથી લઇ દીધેલ હોય જેનો હપ્તો ભરતા ન હોય જેથી રૂપીયા માગતા જે સારૂ નહીં લાગતા જેનો ખાર રાખી આરોપી જગાભાઇ લક્ષ્મણભાઇ ચાવડાએ ફોન કરી ફરીયાદીને વધાસીયા ટોલનાકા પાસે અર્જુન ચેમ્બરમા શીવકુર્પા ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે બોલાવી ફરીયાદિને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી લાકડી વતી શરીરે માર મારી મૂઢ ઇજા કરી અને આરોપી કીશોરભાઇ ધાનાભાઇ ચાવડાનાએ પાછળથી પકડી રાખી તેમજ આરોપીઓએ તેઓની GJ-11-CL-0032 નંબરની કારથી ફરીયાદીની કાર રોકાવી જગાભાઇ ચાવડાએ ફરિયાદીને જાન થી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.