Wednesday, January 22, 2025
HomeGujaratવાંકાનેરના અમરધામ પાસે બે ઈસમો દ્વારા યુવાન પર છરી વડે હુમલો કરાયો

વાંકાનેરના અમરધામ પાસે બે ઈસમો દ્વારા યુવાન પર છરી વડે હુમલો કરાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ પાસે સેવા કેમ્પમાં સંગીતના સથવારે રાશ રમતી વેળાએ ભૂલથી યુવાનનો પગ આરોપીના પગ પર પડતા માથાકૂટ થઈ હતી જેમાં બે ઈસમોએ યુવાન પર છરી વડે હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રહે.વીશીપરા સ્મશાન રોડ મલારાજની સામે રહેતા રાહુલભાઇ રમેશભાઇ બારૈયા નામના ૨૧ વર્ષીય યુવાને આરોપી ચિરાગ ગાંધી રહે.માધાપર મોરબી અને ભોટીયો મોચી રહે.રણછોડનગરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જાહેર થયા મુજબ તેઓ સેવા કેમ્પમાં ડીજે સંગીતમાં રમતા હતા તે દરમ્યાન રાહુલભાઇનો પગ આરોપી ચિરાગ ગાંધીને અડી જતા આરોપી ચિરાગે બે કટકે ગાળો ભાંડી હતી. તેવામાં આરોપી ચિરાગ ગાંધીનું ઉપરાણુ લઇને આરોપી ભોટીયો મોચીએ યુવાનને ઢીકા પાટુનો માર મારી આરોપી છરીનો ઘા ઝીંકતા યુવાનને જમણા પગમાં સાથળમાં અને પેટમાં પડખામાં એક છરીનો ઘા મારતા ગંભીર ઇજા થઇ હતી.આ ઉપરાંત બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે બને વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!