મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક રોડ ઉપરથી વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની એક શીલપેક બોટલ સાથે સંજયભાઇ ભાણજીભાઇ ચાવડા ઉવ.૩૩ રહે.મોરબી શકતશનાળા નીતીનનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની એક બોટલ કબ્જે લઇ તેની વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.