Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં નાની વાવડી ગામમાં રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા : ત્રણ લાખથી વધુના...

મોરબીનાં નાની વાવડી ગામમાં રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા : ત્રણ લાખથી વધુના માલમતાની કરી ઉઠાંતરી

મોરબીમાં ચોરીનાં વધતા બનાવોને લઈ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને આવા ચોર-લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે મોરબીનાં નાની વાવડી ગામમાં રૂ.૩,૬૭,૭૫૦/-ની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના નાની વાવડી ગામમાં આવેલ હરી પાર્ક સોસાયટીમાં સમજુબા સ્કુલ પાસે આવેલ વિનોદભાઈ કુંભાભાઈ સોંલકીનાં રહેણાંક મકાનમાં ગત 8 અથવા 9 સપ્ટેમ્બરના રોજ તસ્કરો ત્રાટક્યા હતા. અને મકાનમાં તાળા તોડી ઘરમાં થેલામા રાખેલ સોના દાગીનાના બોક્ષ સહીત સોના-ચાંદીના દાગીના અને ઘરમાં રહેલ રોકડા રૂપિયા ૧,૦૫,૦૦૦/- મળી કુલ રૂ.૩,૬૭,૭૫૦/-ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. જેની જાણ થતા જ વિનોદભાઈ કુંભાભાઈ સોંલકી નામના વેપારી દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસી તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!