ટંકારા ના પ્રસિદ્ધ એવા બાબરીયા પરિવારના સુરાપુરા ધામ ખાતે ચોરોએ હાથ ફેરો કર્યો છે. ચોરોએ સુરાપુરા ધામ ખાતે ચાંદીનો મુગટ તેમજ દાન પેટી સહિત કુલ 25 થી 30 હજાર રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. જે ચોર સીસીટીવી કેમેરા પણ કેદ થયો છે. ત્યારે હાલ સંચાલકો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચ્યા છે.
ટંકારાના સુપ્રસિદ્ધ બાબરીયા પરિવારના સુરાપુરા ધામ ખાતે નિશાચરો હાથ ફેરો છે. જેમાં દોઢ કિલો ચાંદીનો મુગટ તેમજ દાનપેટી સહીત અંદાજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયાની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા છે. સુરાપુરા ધામ સ્થાનિકોમાં રોષ ની લાગણી ફેલાઇ છે. ગત મહિને જ લાખો ભાવીકોએ સુરાપુરા ધામની મુલાકાત લીધી હતી. ત્યારે ચોરોએ ધાર્મિક સ્થાનને નિશાન બનાવતા સંચાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે.જો કે ચોરીને અંજામ આપનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે