મોરબીમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના કેરાળા (હરીપર) ગામે એક ખેડૂતના ઘરમાં ચોરોએ ત્રાટકી અંધારાનો લાભ લઈ રોકડ સહીત દાગીના મળી રૂ.૬,૩૦,૦૦૦/-ની મત્તાનો હાથફેરો કરી ચોરો રફુચક્કર થયા હતા. જે સમગ્ર મામલે ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કેરાળા (હરીપર) ગામે રહેતા દિલીપભાઇ કાનજીભાઇ કારાવડીયા નામના ખેડૂતના રહેણાંક મકાને ગત તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ કોઇ અજાણ્યા ચોર ઇસમે મકાનના હોલની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશી મકાનના રૂમમા આવેલ બેડ(સેટી)માં રાખેલ ફરીયાદીના ખેતી પાકના વેચાણના રોકડા રૂપીયા ૩,૫૦,૦૦૦/- તેમજ સોના દાગીનાઓ જેમા રૂ.૪૦,૦૦૦/-ની કિંમતનું સોનાની એક જોડી બંગડી વજન આશરે એક તોલુ, રૂ.૬૦,૦૦૦/-ની કિંમતનું એક જોડી સોનાના પાટલા વજન આશરે દોઢ તોલા, એક સોનાનો હાર વજન આશરે ત્રણ તોલા રૂ.-૧,૨૦,૦૦૦/- તથા રૂ.- ૬૦,૦૦૦/-ની કિંમતનું લેડીઝને પહેરવાની સોનાની ૩ વીંટી જેનું વજન આશરે દોઢ તોલુ હોય તે મળી કુલ રૂ.૬,૩૦,૦૦૦/-નો મુદામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.