મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમા ફલેટમાથી દરવાજાનો લોક ખોલી ફલેટમાથી દાગીના સોનાના બલોયા જોડી-૧ તથા પેન્ડલબુટી જોડી-૧ તથા એક સોનાનો ચેઇન એક તોલાનો ચેઇન મળી કુલ રૂ.૯,૧૦,૦૦૦/- ની ચોરી થઈ હતી. જે ગુન્હામાં આરોપીને મોરબી સિટી ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાએ મોરબી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમા ફલેટમાથી દરવાજાનો લોક ખોલી ફલેટમાથી દાગીના સોનાના બલોયા જોડી-૧ તથા પેન્ડલબુટી જોડી-૧ તથા એક સોનાનો ચેઇન એક તોલાનો ચેઇન મળી કુલ રૂ.૯,૧૦,૦૦૦/- ની ચોરી થઈની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૯૫૦/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૫,૩૩૧(૩), મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવ્યો હતો. જેની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે હયમુન સોર્સીસ આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડાને ફલેટમા ચોરી થયેલ તેમા તેના પાડોશી હોવાની બાતમી મળી હતી. જેને આધારે આરોપીની પુછપરછ કરતા તેમના પાડોશી ફરીયાદી બહારગામ જતા તેના ઘરે કોઇ હાજર ન હોય જેથી દરવાજાનો લોક ખોલી ચોરી કરેલાની કબુલાત આપી હતી. જે ચોરી કરેલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્લાયવુડ નામની દુકાનમાં રાખ્યાનું જણાવતા ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિંમત રૂ.૯,૧૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી મિલનભાઈ લાલજીભાઇ ફેફરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા, પીએસઆઈ એ.વી.પાતળીયા, એએસઆઇ રાજદીપસિહ રાણા, ચકુભાઇ કરોતરા પોલીસ હેડ કોન્સ્ટેબલ, કિશોરભાઇ મિયાત્રા પોલીસ હેડ કોન્સ્ટેબલ, એ.પી.જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઈ ગરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી.









