Tuesday, December 3, 2024
HomeGujaratમોરબીનાં ઇન્દીરાનગર તથા વીસીપરા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:ચીખલીગર ગેંગનો એક સભ્ય...

મોરબીનાં ઇન્દીરાનગર તથા વીસીપરા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:ચીખલીગર ગેંગનો એક સભ્ય ઝડપાયો

૨૦૦ સીસીટીવી તપાસી અનેક દિવસો સુધી પોલીસે તપાસ કર્યા બાદ આરોપી સુધી પહોંચી

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના અન્વયે તેમજ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી ચોરી, લુંટ, ધાડ જેવા મિલ્કત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીનાં ઇન્દીરાનગર તથા વીસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર આરોપીને અન્ય ચોરીને અંજામ આપે તે પહેલા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીમાં થયેલ ચોરીનાં ગુન્હાઓનો ભેદ ઉકેલવા અલગ અલગ ટિમો બનાવી અલગ અલગ જગ્યાના આશરે ૨૦૦ જેટલી જગ્યાઓએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરેલ અને ટેકનીકલ રીતે તપાસ કરેલ હોય અને બાતમીદારોને હકિકત મેળવવા સુચના કરેલ હોય જેથી હ્યુમનશોર્સ મારફતે સર્વેલન્સ સ્ટાફની ટીમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “અગાઉ મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓ થયેલ જેમાં મોરબી ઇન્દીરાનગર વિસ્તારમાં તથા વીસીપરા વિસ્તારમાં ચોરી થયેલ તે ચીખલીગર ગેંગનો માણસ એક હોન્ડા સાઇન મોટર સાયકલ જેના આગળ પાછળની રજી નંબર પ્લેટ વગરના લાલ મોટર સાયકલ લઇને ચોરીઓ કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે જામનગરથી પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ થી નવલખી ફાટક પાસેથી મોરબી શહેરમાં આવનાર છે ” એવી રીતેની હકીકત મળેલ જેથી સર્વેલન્સ સ્ટાફની ટીમ નવલખી ફાટકપાસે વોચ તપાસમા રહેતા નવલખી ફાટક પાસેથી આરોપી સોનુસિંહ શેરસિંહ ખીરચી (રહે. યોગેશ્વરધામ, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની જામનગર)ને હોન્ડા સાઇન મોટર સાયકલ સાથે પકડી કુલ રૂ.56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની ગુના કરવાની એમ.ઓ.ની વાત કરીએ તો આ આરોપીઓ ભુંડ પકડવાનો ધંધો કરતા હોય જેથી અલગ અલગ વિસ્તારમા ભુંડ પકડવા માટે દિવસ દરમ્યાન જઇ રેકી કરી રાત્રીના સમયે તાડા મારેલ મકાનોમા ચોરી કરતા હતા.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ઓ અબડા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર તથા ભરતભાઇ ખાંભરા, તથા રાજેશભાઇ ડાંગર તથા વિજયભાઇ ચાવડા તથા કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા તથા બ્રીજેશભાઇ બોરીચા તથા અજયસિંહ રાણા તથા રમેશભાઇ રાઠોડ તથા દશરથસિંહ મસાણી તથા સંજયભાઇ લકુમ તથા સુખદેવભાઇ ગઢવી તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!