હળવદ પોલીસ ટીમ દ્વારા તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ચાંદીના છત્તરની ચોરીનો ભેદ ઉકેલી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના રહેવાસી એવા એક આરોપીને પકડી લેવામાં આવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા ઘરફોડ ચોરીના વણ શોધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધવા હળવદ પોલીસ મથક સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ જે અનુસંધાને હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા તથા પો.કોન્સ. હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે હળવદના ચરાડવા ગામમાં આવેલ મહાકાળી આશ્રમના મંદિરમાં ચાંદીના મોટા બે છત્તરની ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે રાજુ રેસીંગભાઇ રાઠવા રહે.ઝરખડી ફળીયા, ડોલરીયા ગામ, તા.જી.છોટાઉદેપુરવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવી ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.