Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપીની...

મોરબીમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપીની ધરપકડ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામીએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતાં દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર એક ઇસમને ચોરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડયો છે અને જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પંકજભા ગઢડા તથા દેવશીભાઇ મોરીને મળેલ સંયુકત બાતમીનાં આધારે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયાએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના જેતપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ પાસે આવેલ માર્કેટ પાસેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હાના ચોરીમાં ગયેલ ફૂલ રૂ.૨૫,૦૦૦/- નાં ૨ મોબાઇલ ફોન સાથે મોરબીમાં લીજાજ સિરામીકની મજુરોની ઓરડીમાં રહેતા સુગ્રીવકુમાર ગોકલભાઇ ચમાર નામનાં આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!