Tuesday, November 19, 2024
HomeGujaratહળવદના દેવીપુર ગામે કેનાલ ઉપરથી ૬ પાણીની મોટર ચોરીનો ભેદ ઉકેલાયો:તસ્કર ત્રિપુટીને...

હળવદના દેવીપુર ગામે કેનાલ ઉપરથી ૬ પાણીની મોટર ચોરીનો ભેદ ઉકેલાયો:તસ્કર ત્રિપુટીને દબોચી લેવાઈ

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં કેનાલ ઉપર જુદી જુદી છ જગ્યાએથી ઈલેક્ટ્રીક મોટરોની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી તસ્કર ત્રિપુટીને ચોરીમાં ગયેલ પાણીની મોટર તથા ઇકો કાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના દેવીપુર ગામ નજીક આવેલ કેનાલ ઉપર સિંચાઈ માટે લગાવવામાં આવેલ પાણીની છ મોટરની તા.૨૫ મે ૨૦૨૪ ના સાંજના પાચેક વાગ્યાથી તા.૨૬ મે ૨૦૨૪ સવારના સાડા નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ હતી. જેથી હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઉપરોક્ત નોંધાયેલ એક સાથે છ પાણીની મોટરની ચોરીની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ હળવદ પોલીસ માથાકના પીઆઈ આર.ટી.વ્યાસ તથા ઈન્ચાર્જ પીઆઇ વી.પી.ગોલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અગાઉ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.એસ.સીસોદીયા પોતાની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી હકીકત આધારે હળવદ-મોરબી ચોકડી ખાતેથી ઈકો ગાડીમાં આવેલ ત્રણ ઈસમોને પકડી પાડી ઈકો ગાડીમાં ઉપરોક્ત ગુનામાં ગયેલ મુદામાલ ઈલેક્ટ્રીક મોટરો નંગ-૬ કિં.રૂ.૬૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપી સંતોષભાઈ વેલજીભાઈ રાઠવા ઉવ.૩૦ રહે.હાલ. દેવીપુર ગામે દેવજીભાઈ જેરામભાઈની વાડીએ તા.હળવદ જી.મોરબી મુળરહે. પુંજારા ફળીયું ગામ.મોટા રામપુરા તા.જી.છોટાઉદેપુર, વિક્રમભાઈ પીમલાભાઈ રાઠવા ઉવ.૨૨ રહે.હાલ.લઘધીરપુર મોરબી મુળરહે. આંબલી ફળીયું બીલવાંટ ગામ તા.જી.છોટાઉદેપુર તથા બિસન સવલસિંહ કલેશ ઉવ.૨૮ રહે.હાલ. લઘધીરપુર મોરબી મુળ રહે. કલેશ ફળીયું છોટાગુડા પો.સ્ટ જી.અલીરાજપુરને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ પાસેથી ઈલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ-૦૬ કિં.રૂ.૬૦,૦૦૦/- તથા ઈકો ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- નો મળી કુલ કિં.રૂ.૧,૬૦,૦૦૦/- મુદામાલ કબ્જે લઇ ત્રણેય આરોપીને ડીટેઈન કરી હળવદ પો.સ્ટે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!