મોરબી તાલુકાના નાની વાવડી ગામે સંકેત ફૂડ પ્રોડક્ટ નામના કારખાનામાં ગઈકાલે મેંદાના લોટની ૮૫ બોરી ની ચોરી થવાની. ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી જેમાં મોરબી એલસીબી એ ગણતરીની કલાકોમાં એક આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જેમાં વધુ વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા સંકેત ફૂડ પ્રોડક્ટ નામના કારખાનામાંથી કોઈ અજાણ્યા ઈસમો નકુચો તોડી મેંદાના લોટની ૫૦ કિલોની એક એવી ૮૫ બોરી જેની કી. રૂ.૧,૧૮,૧૫૦ ના મુદામાલની ચોરી કરી હતી જે બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને મોરબી એલસીબી દ્વારા તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે આ ચોરીમાં નાની વાવડી ગામનો જ એક શખ્સ શૈલેષ ઉર્ફે સયલો બચુભાઈ પડસુંબિયા (ઉ.વ.૩૭ ધંધો પ્રાઈવેટ નોકરી રહે.ખોડિયાર સોસાયટી શેરી નં ૦૩ ગામ નાની વાવડી) સંડોવાયેલ છે જેથી આઆરોપી શૈલાને ઝડપી લેવામાં આવ્યો હતો અને પ્રાથમીક પુછપરછમાં કબુલાત આપી હતી કે તેને સંકેત ફૂડ કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા પ્રકાશભાઈ બાબુભાઇ પડુરકર (રહે.સનકેટ ફૂડ લેબર ક્વાર્ટર નાની વાવડી, મુ.રહે.કુંભારખેડ તા.સંગ્રામ પુર મહારાષ્ટ્ર) વાળાને રૂ ૨૫૦૦૦ ઉછીના આપ્યા હોય જે તે પરત આપી શકતો ન હતો જેથી બન્નેએ મળી આ મુદામાલ ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું જેથી શૈલાના પૈસા પણ નીકળી જાય અને પ્રકાશને દેવું ચૂકતે થઈ જાય અને વધારાના પૈસા પણ બન્નેને મળે જેથી આ મેંદાના લોટના જથ્થાની ચોરી કરી હતી અને પકડાયેલ આરોપી શૈલેષ દ્વારા ચોરી કરવામાં વાહન અને ચોરાઉ માલ વેચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેથી હાલમાં એલસીબી દ્વારા આરોપી શૈલેસ પડસુંબિયાની ચોરી માં ગયેલ મુદામાલ ૮૫ બોરી પૈકી ૮૩ બોરી મેંદાના લોટની બોરી જેની કી. રૂ. ૧,૧૫,૩૭૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી અન્ય એક આરોપી પ્રકાશ પુડરેકરની શોધખોળ હાથ ધરી છે.