મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા રાજેશભાઇ હરિભાઈ લખધીરકા ઉવ.૪૭ ગત તા.૨૬/૧૧ના રોજ સાંજના અરસામાં જુના નાગડાવાસ ગામે આવેલ કરશનભાઈની ચાની દુકાને હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-જે-૮૪૧૭ વાળું મોટર સાયકલ પાર્ક કરી ફરિયાદી રાજેશભાઈ અને કરશનભાઇ બન્ને મોરબી ખાતે પ્રસંગમાં ગયા હતા, જે બાદ રાત્રીના ૧૧ વાગ્યાબ અરસામાં મોરબીથી પરત ફરી મોટર સાયકલ પાર્ક કરેલ સ્થળે આવી જોતા, ત્યાંથી કોઈ અજાણ્યો ઈસમ ઉપરોક્ત મોટર સાયકલ ચોરી કારીબે લઈ ગયો હતો. મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ તાલુકા પોલીસ મથકમાં રાજેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









