મોરબીમાં વધુ એક બાઇક ચોરી અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફેરી કરતા આધેડ હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી ઉવ.૪૫ રહે. લજાઈ ગામ તા.ટંકારા વાળાએ પોતાનું હોન્ડા કંપનીનું સી-૧૦૦ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૧૬૧૫ વાળું ગઈ તા. ૦૭/૧૦ના રોજ નવાડેલા રોડ ભવાની ટ્રેડિંગ પાસે આવેલ જાહેર શૌચાલય નજીક પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોટર સાયકલ ચોરો કરી લઈ ગયો હતો. હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.