Friday, April 26, 2024
HomeGujaratહળવદનાં સરા રોડ પરથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

હળવદનાં સરા રોડ પરથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ હળવદનાં સરા રોડ પર ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ ધીરજભાઈ લોરીયા (ઉ.વ.૩૧, ધંધો-ડૉક્ટર)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪નાં રોજ સાંજે સાડા સાતેક વાગ્યાનાં અરસામાં સરા રોડ પર આવેલ યુનિક હોસ્પિટલનાં પાર્કિંગમાં પાર્ક કરેલું તેમનું હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૧૩-જેજે-૮૪૨૬ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. ચોરીનાં આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!