બાઇક અને સ્કુટી જેવા ટુ વ્હીલરની ચોરી એક વખત માટે સમજી શકાય તેવી છે. આ એકદમ હળવા વજનના છે. આવી સ્થિતિમાં તેમના તાળા સરળતાથી તૂટી જાય છે. પરંતુ બુલેટ તેના વજન માટે જાણીતી છે. તેમ છતાં અમુક શાતીર ચોરો બુલેટના લોકને ગણતરીના મિનિટોમાં તોડી તેની ચોરી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીનાં સો-ઓરડી વિસ્તારમાંથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરનાં સો-ઓરડી શેરી નં.૧૨ સંજય કટલેરીની બાજુમા રહેતા જયેશભાઇ હરીભાઇ રાતડીયાએ પોતાની માલિકીનું GJ.03.KR.6960 નંબરનું રૂ. ૮૦,૦૦૦/-ની કિંમતનું હીરો રોયલ ઇનફીલ્ડ કંપનીનુ ક્લાસીક ૩૫૦ બુલેટ ગત તા.૦૨/૦૩/૨૦૨૩ ના રાત્રીના અગીયારેક વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે સો-ઓરડી શેરી નં.૧૨ સંજય કટલેરીની બાજુમા પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર રાત્રીના અંધારાનો લાભ લઈ બુલેટ ચોરી ગયેલ હતું. જેથી ફરિયાદી જયેશભાઇએ બીજા દિવસે એટલે કે, તા.૦૩/૦૩/૨૦૨૩ ના સવારના છ વાગ્યા સ્થળ પર જઈ જોતા તેઓને પોતાનું બુલેટ સ્થળ પર જોવા ન મળતા જયેશભાઇએ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.