રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગને પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૨/૧૧/૨૩ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહું ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ૨૨ ઇલેકટ્રીક મોટરોનો રૂ.૧,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ચોરી થયેલ હોય જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપી બાબતે અલગ-અલગ ટીમો બનાવી વોચ તપાસમાં રવાના કરેલ દરમ્યાન મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાં, ઝવેરી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક મહિન્દ્રા કંપનીની GJ-36-T-8318 નંબરની બોલેરો કાર નીકળતા જેમાં સંજયભાઇ લીબુભાઇ કુંઢીયા, સુરેશભાઇ લાભુભાઇ કુંઢીયા, અશોકભાઇ ધીરૂભાઇ દેલવાડીયા તથા ભરતભાઇ ભવાનભાઇ ગાંગડીયા ચાર ઇસમો બેસેલ હોય જેઓની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા કારના ઓર્નર તથા ચારેય ઇસમો બાબતે પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા કાર ઓર્નર ખીમજીભાઇ બચુભાઇ કોસીયા વાળા હોય જે કારમાં હાજર ન હોય તેમજ ચારેય ઇસમો પૈકી અશોભાઇ ધીરૂભાઇ દેલવાડીયા તથા ભરતભાઇ ભવાનભાઇ ગાંગડીયા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી કારની તપાસ કરતા કારના ઠાઠામાં ઇલેકટ્રીક મોટરો મળી આવતા સદરહું મોટરો બાબતે સધન પુછપરછ કરતા ઇલેકટ્રીક મોટરો મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ચોરી કરેલાની કબુલાત આપતા જે બાબતે ખરાઇ કરતા ઉપરોકત ગુનાના કામનો આરોપી હોવાનુ જણાતા મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓને ધોરણસર અટક કરી રૂ.૧,૯૮,૦૦૦/-ની ૨૨ ઇલેકટ્રીક મોટર તથા રૂ.૩,૦૦,૦૦૦/-ની મહિન્દ્રા કંપનીની ખુલ્લી બોડીવાળી બોલેરો કાર મળી કુલ રૂ.૪,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. અને આગળની તપાસ પી.એસ.આઇ. વી.જી.જેઠવા દ્વારા હાથ ધરવામાં આવી છે.