Thursday, January 23, 2025
HomeGujaratઆલે..લે વાંકાનેરના અમરસર ગામે ખેતરમાંથી બે ડીઝલ એન્જીનની ચોરી

આલે..લે વાંકાનેરના અમરસર ગામે ખેતરમાંથી બે ડીઝલ એન્જીનની ચોરી

વાંકાનેર તાલુકાના અમરસર ગામેં આવેલ બે ખેતરોમાંથી તસ્કરો પાણી ખેંચવાના બે ડીઝલ એન્જીન મશીનની છકડો રીક્ષા મારફતે ચોરી કરી લઈ ગયાની ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર અમરસર ગામે રહેતા ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા અને શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયાનાં ખેતરને નિશાન બનાવી આરોપી રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા, વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી, મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા અને ગૌતમભાઈ દીનેશભાઈ રાબડીયા સહિતનાઓ ખેતરમાં રાખેલ ડીઝલ એન્જીન પાંચ હોર્સપાવરના પાણી ખેંચવાના મશીન નંગ-૨ કીરૂ ૨૪૦૦૦ની ચોરી કરી છકડોરીક્ષા નંબર GJ-03-AV-1340 માંરફતે લઈ ગયા હતા આ અંગે આરોપીઓના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!